મહિલાઓને 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની મળશે લોન, તમે પણ લો આ યોજનાનો લાભ

આપણાં દેશમાં પછાત વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ભારત સરકાર અનેક નવી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. જે પૈકી એક છે સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજના. આ યોજના હેઠળ દેશની અનુસૂચિત મહિલાઓ સ્વરોજગારી મેળવી શકે તે માટે અનુસૂચિત મહિલાઓને આર્થિક મદદ કરવામાં આવે છે. જેથી મહિલાઓ સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે.

સ્ટેન્ડ-અપ ઇન્ડિયા સ્કીમ શું છે? 
આ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને તમામ વર્ગની મહિલાઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ સાથે મહિલાઓને પોતાનું અલગ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આ યોજનામાં બેંક તરફથી મદદ પણ આપવામાં આવે છે. મદદ તરીકે, આ રકમ 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની હોઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ રકમનો વ્યાજ દર બેંકના વર્તમાન વ્યાજ દરના પરિપત્ર મુજબ નક્કી કરવામાં આવશે. આ સિવાય તમે 18 મહિનાથી 7 વર્ષ સુધી બેંકની રકમ સરળતાથી પરત કરી શકો છો.

યોજનાનો ઉદ્દેશ્યઃ
– બેંક શાખામાં ઓછામાં ઓછા એક SC અથવા ST ને રોજગાર પ્રદાન કરવું.
– લોકોને આર્થિક મદદ કરવી.
– જો મહિલાઓ પોતાનું સેટઅપ ઉભું કરવા માંગે છે તો તેમને બેંક તરફથી લગભગ 10 લાખથી 1 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.
– આ યોજના દેશમાં પછાત વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવશે.

કોને મળશે યોજનાનો લાભ
– આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા મહિલા ઉદ્યોગસાહસિક જ લઈ શકે છે.
– આ યોજનામાં જોડાવા માટે મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
– જરૂરી દસ્તાવેજો
– પાન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર આઈડી
– જાતિ પ્રમાણપત્ર
– કાયમી પ્રમાણપત્ર
– વ્યવસાય પ્રમાણપત્ર
– પાસપોર્ટ સાઇઝનો ફોટો
– બેંક એકાઉન્ટ
– મોબાઇલ નંબર
– પ્રોજેક્ટ રિપોર્ટ

અરજી પ્રક્રિયા
– આ યોજનાનો લાભ લેવા માટે, તમારે પહેલા સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
– જ્યાં તમારે યુમાં એક્સેસ લોનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને અહીં અરજી પર ક્લિક કરો.
– આ પછી તમારે New Entrepreneur પર ક્લિક કરવાનું રહેશે. તે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછશે. ત્યાં તમારે તેને યોગ્ય રીતે ભરવાનું છે.
– આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. જે તમારે બાજુની કોલમમાં ભરવાનું રહેશે.
– આ પછી તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે અને તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરો.
– આ રીતે તમે આ એપ્લિકેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.