પ્લેનમાં એક મુસાફરે શર્ટ કાઢી એવું કર્યું કે, આબરૂ કાઢી નાખી જુઓ વીડિયો

ફ્લાઇટમાં શર્ટ પહેર્યા વગર યાત્રીએ કરી મારપીટ, રડવા પણ લાગ્યો…મારી મારીને તોડી નાખ્યો, જુઓ વીડિયો

દુનિયાના ઘણા દેશોની ફ્લાઇટમાં આ વિસોમાં યાત્રીઓની મારપીટ અને દુર્વ્યવહારના મામલા વધતા જઇ રહ્યા છે. એર ઇન્ડિયાની ન્યુયોર્ક-દિલ્લી ફ્લાઇટમાં હાલમાં જ વૃદ્ધ મહિલા યાત્રી પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. તે બાદ થાઇ સ્માઇલ એરવેઝની એક ઉડાનમાં યાત્રીઓ વચ્ચે મારપીટનો વીડિયો સામે આવ્યો હતો. આ ફ્લાઇટ બેંકોકથી ભારત આવી રહી હતી. તે બાદ દિલ્લી-પટના ઇન્ડિગો ક્લાઇટમાં ત્રણ નશામાં ધૂત યુવકોએ ખૂબ હંગામો મચાવ્યો હતો.

આ દરમિયાન એર હોસ્ટેસે તેમને સમજાવવાની કોશિશ કરી તો તેઓ ઉલજી ગયા, એર હોસ્ટેસ સાથે પણ બદસલૂકી અને છેડખાની કરી. ત્યારે હાલ ફરી એક મામલો સામે આવ્યો છે. બાંગ્લાદેશની એક ફ્લાઇટમાં બે યાત્રીઓ વચ્ચે ઝડપ થઇ હતી. જાણકારી અનુસાર, ઉડાન દરમિયાન બે યાત્રીઓ વચ્ચે ધમાસણ મચી ગયુ. મીડિયા રીપોર્ટ અનુસાર, યાત્રીઓ વચ્ચે હાથાપાઇની આ ઘટના બાંગ્લાદેશના બિમાન બાંગ્લાદેશ (Biman Bangladesh Flight) તરફથી સંચાલિત એક ફ્લાઇટની અંદર થઇ.

ક્લાઇટમાં બે યાત્રીઓ વચ્ચેની મારપીટ કોઇએ કેદ કરી લીધી અને પછી વીડિયો વાયરલ થઇ ગયો. વીડિયોમાં જોઇ શકાય છે કે બે યાત્રીઓ હાથાપાઇ કરી રહ્યા છે. એક યાત્રી શર્ટ પહેર્યા વગર સીટમાં બેસેલા યાત્રી પર મુક્કા વરસાવી રહ્યો છે. મારવાવાળો રડતો પણ જોવા મળી રહ્યો છે. બંને યાત્રીઓ વચ્ચે હાથાપાઇ વધતા ક્રૂ ઝઘડો રોકવાની કોશિશ કરે છે. આ વીડિયોને 19 હજારથી વધારે વાર જોવામાં આવી ચૂક્યો છે.

યુઝર્સ આ ઘટનાને ગંભીર સમસ્યા જણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ દક્ષિણ એશિયાના લોકોની પ્રોબ્લમ છે. લોકોને વિદેશમાં નોકરીઓ આપી દેવામાં આવે છે, પણ તેને સભ્યતાનો કોઇ પાઠ નથી ભણાવવામાં આવતો. આવી ઘટનાઓને રોકવા માટે સખ્ત સજાની જરૂર છે. કેટલાક યુઝર્સ વીડિયોમાં નજર આવી રહેલ શર્ટ વગરના વ્યક્તિને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લક્યુ કે, આવા લોકોને ફ્લાઇટમાંથી જ ઉતારી દેવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published.