આ યુટ્યુબરનું પાગલપન તો જુઓ, વીડિયો બનાવવા માટે પોતાના આખા પ્લેનને ક્રેશ કરાવી દીધું, વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે

સોશિયલ મીડિયામાં કેમસ થવા માટે લોકો આજે અવનવી તકનીકો અપનાવતા હોય છે. ઘણા લોકો કેમસ થવા માટે સ્ટન્ટ કરતા હોય છે તો કોઈ મોંઘી દાટ ગાડીઓ સાથે એવા એવા પ્રેન્ક કરે છે કે તે જોઈને આપણી અક્કલ પણ કામ ના કરે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિનું પાગલપન જોઇને તો તમે પણ હેરાન રહી જશો.

યુટ્યુબરે વિડિયો બનાવવા માટે ઇરાદાપૂર્વક પોતાના વિમાન ક્રેશ કર્યું. જે બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ તેના પર પ્લેન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રભાવકનું નામ ટ્રેવર જેકબ છે. યુટ્યુબ પર વ્યક્તિને 1 લાખ 34 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેણે 23 ડિસેમ્બર 2021ના રોજ પ્લેન દેશનો વીડિયો અપલોડ કર્યો હતો. અને લખ્યું હતું કે “મારું પ્લેન ક્રેશ થયું.”

તમને જણાવી દઇએ કે જેકબ અમેરિકાના સ્નોબોર્ડની ઓલિમ્પિક ટીમનો ભૂતપૂર્વ સભ્ય છે. તેમણે દાવો કર્યો હતો કે 1940ના ટેલરક્રાફ્ટ BL-65 લાઇટ એરક્રાફ્ટનું એન્જિન ફેલ થઇ ગયું હતું. પરંતુ વીડિયો જોયા બાદ એવિએશન એક્સપર્ટના હોશ ઉડી ગયા.

ખાસ વાત એ છે કે પ્લેનના ‘એન્જિન ફેલ્યોર’ પહેલા પણ તેણે પેરાશૂટ પહેર્યું હતું. પ્લેન એટલી ઉંચાઇ પર હતું જ્યાંથી સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું હોત. પરંતુ તે તરત જ પ્લેનમાંથી કૂદી ગયો. પેરાશૂટ દ્વારા લેન્ડિંગ કર્યા બાદ તે ક્રેશ સાઇટ પર પહોંચ્યો હતો. પછી તેણે પોતાની સાથે લાગેલો કેમેરા બહાર કાઢ્યો અને તે ત્યાંથી નીચે ઉતરવા લાગ્યો. બાદમાં એક સ્થાનિક ખેડૂતે તેને બચાવ્યો હતો.

FAA એ તમારા નિર્ણયને સમજાવતો પત્ર જેકબને મોકલ્યો – ક્લાઇટ દરમિયાન, તમે એન્જિનની નિષ્ફળતાનો દાવો કરવામાં આવે તે પહેલાં તમે પાયલટનો ડાબી બાજુનો દરવાજો ખોલ્યો હતો. જેકબનું પાયલોટ લાઇસન્સ રદ કરતાં, FAA એ કહ્યું “તમે કાળજી, નિર્ણય અને જવાબદારીનો અભાવ દર્શાવ્યો.”

જો કે, જેકબે આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેણે વીડિયો માટે જાણી જોઇને પ્લેન ક્રેશ કરવાના આરોપને નકારી કાઢ્યો છે. સોશિયલ મીડિયામાં તેના પ્લેન ક્રેશ થવાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.