એક જ રનવે ઉપર બે પ્લેન એક સાથે, એકે ભરી ઉડાન તો બીજાએ કર્યું લેન્ડિંગ, વીડિયો જોઈને લોકોના હોંશ ઉડી ગયા

આજે સોશિયલ મીડિયા પર અલગ અલગ વિષય ઉપર ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ વાયરલ થઇ જતી હોય છે જેને જોઇને આપણે પણ હેરાન રહી જઇએ. ઘણા વીડિયોને જોઇને આપણને આપણી આંખો પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.

હાલ એક એવા જ વીડિયોએ લોકોના હોંશ ઉડાવી દીધા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક રન-વે ઉપર માત્ર થોડી સેકેંડમાં જ એક પ્લેનનું ટેક ઓફ થયું તો બીજા પ્લેનનું લેન્ડિંગ થયું હતું. આ વીડિયોને જોઇને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો સાથે જ તે પાયલોટની કુશળતાના પણ વખાણ કરતા જોવા મળ્યા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેન ટેક ઓફ કરવા માટે રન-વે ઉપર આગળ વધી રહ્યું છે, ત્યારે જ રન વે ઉપર એક અન્ય પ્લેન પણ આકાશમાં બીજા પ્લેનની એકદમ નજીક જોવા મળી રહ્યું છે, આ પ્લેન લેન્ડિંગ કરવાની તૈયારીમાં છે. ત્યારે જ પાયલોટ થોડી સેકંડ માટે પ્લેનને હવામાં જ હોલ્ડ કરે છે ત્યાં સુધી રન-વે ઉપર રહેલું પ્લેન ટેક ઓફ કરી લે છે અને બીજું પ્લેન પણ એજ રન-વે ઉપર લેન્ડિંગ કરે છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઇને લોકો પણ હેરાન રહી ગયા છે. લોકો પણ આ વીડિયોને મોટી સંખ્યામાં જોઇને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે, આ વીડિયોને સોશિયલ મીડિયામાં ઉમાશંકર સિંહ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 1 લાખ 21 હજાર કરતા પણ વધારે લોકોએ નિહાળ્યો છે.

Leave a Reply

Your email address will not be published.