કોર્ટ રૂમમાં હાજર થતા પહેલા કપલે 3-3 વાર કર્યું સેક્સ, સીસીટીવી જોઇને જજ પણ રહી ગયા હેરાન, આપી આ સજા
પ્રેમ પ્રકરણમાં શારીરિક સંબંધ બનાવવા સ્વાભાવિક અને નેચરલ છે. જો કે એક બીજાને પ્રેમ કરવા માટે પ્રાઇવેટ જગ્યા પણ હોવી જોઈએ. સાર્વજનિક જગ્યા પર આવું કંઈપણ ન કરવું જોઇએ જેનાથી અન્ય લોકોને અસહજ મહેસુસ થાય, અને સાથે જ આવું કૃત્ય સાર્વજનિક રૂપે કરવું ગેરકાનૂની માનવામાં આવે છે. પણ ઓસ્ટ્રેલિયામાં એક એવી ઘટના સામે આવી છે જ્યા એક કપલ ભૂલી ગયું કે પોતે કોર્ટમાં છે અને ત્યાં એવું કામ કર્યું કે બંનેને સજા કરવામાં આવી.
ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડમાં રહેનારી 19 વર્ષની શેમકા જુલી એક કોર્ટમાં હાજર થવા માટે પહોંચી હતી.19 જૂનના રોજ તેનો બોયફ્રેન્ડ જેમ્સ કવિન પણ તેની સાથે હાજર થયો હતો, જે પોતાની ગર્લફ્રેન્ડને ઇમોશનલ સપોર્ટ કરવા માટે આવ્યો હતો.અહીં કપલ એક કેસની બાબતમાં હાજર થયું હતું. પણ આ સમયે કપલે એવું કામ કર્યું કે તેનો અંદાજો પણ કોઇ ન લગાવી શકે.
સુનાવણીમાં હજુ સમય હોવાથી કપલ વેઇટિંગ રૂમમાં રાહ જોઈ રહ્યા હતા, અચાનક જ બંને ત્યાં કોઈને ન દેખાય તેવી રીતે બંને એક બીજાને કિસ કરવા લાગ્યા અને ઇન્ટીમેન્ટ થવા લાગ્યા. ત્યાં હાજર અન્ય કર્માચારીઓએ તેને રોક્યા પણ તેઓ ન માન્યા ત્યાર બાદ તેઓ ત્યાંથી ચાલ્યા ગયા જેના બાદ કપલ ફરીથી સંબંધ બનાવવા લાગ્યું. જયારે સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યા ત્યારે પણ તેઓને રોક્યા અને તેઓના ગયા બાદ ફરીથી કપલે ઇન્ટીમેન્ટ થવાનું શરૂ કરી દીધુ હતું.
જયારે સિક્યોરિટી ગાર્ડે તેઓને રોક્યા ત્યારે પહેલા તો મહિલાએ તેઓની હાથ જોડીને માફી માગી અને યુવક પોતાના કપડા ઠીક કરવા લાગ્યો હતો. આમ કપલ વેઇટિંગ રૂમમાં ત્રણ વાર ઇન્ટીમેન્ટ થયું હતું, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. એવામાં કપલને નોટિસ મોકલીને કડક પગલાં લેવામાં આવ્યા હતા.
પોલીસના આધારે સિક્યોરિટીની નજરથી દૂર થતા જ કપલે ફરીથી ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ વાર રોક્યા છતાં પણ તેઓએ શારીરિક સંબંધ બનાવ્યા હતા. કપલે જજ સામે કહ્યું કે તેઓને એ વાતની જાણ ન હતી કે આ જગ્યા પર આવો વ્યવહાર અનુચિત છે. તેઓનો હેતુ આવું કરવાનો ન હતો, છતાં પણ જવાનીના જોશમાં તેઓ આવું કરી બેઠા. કપલને આ ગેરકાનૂની કૃત્ય પર મજિસ્ટ્રેટે 60 કલાકની કોમ્યુયુનિટિ સર્વિસનો આદેશ આપ્યો છે, એટલે કે કપલે 60 કલાક સુધી સામાજિક કેન્દ્રમાં કામ કરવાનું રહેશે.આ સિવાય મજિસ્ટ્રેટે તેને અપમાનજક કૃત્ય જણાવતા કહ્યું કે આવા પ્રકારનું ગેરકાનૂની કામ આવી જગ્યાએ થવું ક્યારેય સાંભળ્યું નથી, આવી ઘટના પહેલી વાર બની છે.