થોડા દિવસો પહેલા ચાઈલમાં થયેલ ફૂટબોલ મેચમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એના કરતાં લોકો આ કૂતરાની ઝલક જોઈને ખૂબ પ્રભાવિત થયા અને હસ્યા.
Colo-Colo અને Curico Union વચ્ચેની મેચમાં આ કૂતરો બાજી મારી ગયો. બન્યું એવું હતું કે, કોઈપણ વોર્નિંગ વગર એક કુતરો પીચમાં ઘૂસી આવ્યો અને એક નાના ખેલાડીની જેમ આમ તેમ દોડવા લાગ્યો. રેફરીએ સીટી મારી અને કૂતરાંને બહાર કાઢવા મેચને થોડી ક્ષણ રોક્યો, પણ વસ્તુ પ્લાન મુજબ થઈ નહિ.
થોડા પ્રયત્નો બાદપણ કૂતરો હાથમાં ન આવ્યો, એવામાં કૂતરાએ અચાનક બ્રેક મારી, કેમેરા અને ઓડિયન્સનું પૂરું અટેન્શન મેળવ્યું અને પોતાનું આગલું કદમ ઉઠાવ્યું.
તેણે પોતાનું કામકાજ પૂરું કર્યું અને એક યાદગાર રમૂજની ક્ષણ આપી ત્યાંથી ચાલ્યો ગયો.
એ ટેણીયું ક્યાંથી આવ્યું હતું એ તો ખબર નહીં પણ એક કૂતરાના ખંડન ન કરી શકાય એવા લોજીક અનુસાર એક વાત સાફ છે કે – તે કૂતરાએ ચાઈલના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પોતાનો કબજો નોંધાવી દીધો છે.