શું લવસ્ટોરી છે! બોયફ્રેન્ડ દગો આપી રહ્યો હતો તો છોકરી એ છોકરાના જ પિતા સાથે જ કરી લીધા લગ્ન

તમે ઘણી લવસ્ટોરી સાંભળી અને જોઈ હશે પણ આવી વિચિત્ર અને અનોખી લવસ્ટોરી ક્યારેય નહીં સાંભળી હોય. હાલ જ એક છોકરીએ તેની લવસ્ટોરી સોશ્યલ મીડિયા પર સંભળાવી હતી જેને સાંભળીને લોકો થોડી ક્ષણો પૂરતા અચંબિત થઈ ગયા હતા અને વિચારમાં પડી ગયા હતા એક આ શું થઈ ગયું.

એ કહાની મુજબ એક છોકરી કોઇ એક છોકરા સાથે રિલેશનશીપમાં હતી પણ એ છોકરાએ દગો આપ્યો અને એ પછી છોકરીએ એવું કઇંક કર્યું કે જેને પણ સાંભળ્યું બધા ચોંકી ગયા હતા.

આ છોકરીનું નામ ઓગસ્ટા હબલ છે અને તે અમેરિકામાં રહે છે. એને તેની કહાની સાંભળાવતા કહ્યું હતું કે, ‘જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે તેને 30 વર્ષના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. એમના રિલેશનશિપની શરૂઆત થઈ અને બધુ બરાબર ચાલી રહ્યું હતું. છોકરો તેને ગિફ્ટ્સ આપતો, ડેટ પર લઈ જતો અને લગ્ન વિશે પણ વાતો કરતો હતો.’

આગળ વિડીયોમાં ઓગસ્ટાએ જણાવ્યુ હતું કે, ‘ બંનેનો રિલેશન બે વર્ષ સુધી ચાલ્યો પણ એ બે વર્ષમાં એ છોકરા એ તેને બે વખત દગો આપ્યો હતો. જો કે તેનો બોયફ્રેન્ડ તેની જ મિત્ર સાથે મળીને દગો કરી રહ્યો હતો. જ્યારે એક વખત પકડાયો ત્યારે માફી માંગી હતી અને ઓગસ્ટા એ તેને માંફ કરી દીધો હતો. પણ થોડા સમય પછી એ ફરી પકડાયો હતો. એ પછી ઓગસ્ટાએ તેને છોડી દીધો હતો.

એ પછી ઓગસ્ટાને તેના બોયફ્રેન્ડના જ પિતા ગમી ગયા હતા. એ બંને રિલેશનશીપમાં આવ્યા અને એ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા. આ વિડીયો ઓગસ્ટા એ ટિકટોક પર અપલોડ કર્યો હતો અને સાથે કહ્યું હતું કે ‘તે તેના પતિ સાથે તેની પાંચમી મેરેજ એનિવર્સરી મનાવી રહી છે. બંને ખૂબ જ પ્રેમમાં અને ખુશ છે’

🙈 રોજ અવનવા ન્યૂઝ અને જોરદાર માહિતી માટે ક્લિક કરો : www.newsgujrati.com

🔰 દરરોજ ભરતી, યોજના અને સરકારી માહિતી માટે ક્લિક કરો : www.ojasclub.com

રોજ આવા વાઈરલ વિડીયો જોવા અને ન્યૂઝ માટે જોડાઈ જાઓ અમારા વ્હોટ્સએપ ગ્રુપમાં ⬇️⬇️

Leave a Reply

Your email address will not be published.