UPI પેમેન્ટ ઇન્ટરનેટ વગર | ઈન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરવા માંગો છો તો આ આર્ટિકલ ધ્યાનથી વાંચી લો. આગળ જતા ખુબ કામ લાગશે.
Google Pay, PhonePe, Paytm UPI વગેરેથી પેમેન્ટ કરવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે. ઘણી વાર ઈન્ટરનેટ અથવા મોબાઈલ ડેટા ન હોવાને કારણે તમારું પેમેન્ટ અટકી જાય છે. ક્યારે ક્યારે ઈન્ટરનેટ કનેક્શન અથવા મોબાઈલ ડેટા ધીમો હોવા પર તમે ઑનલાઈન પેમેન્ટ કરી નથી શકતા. પરંતુ શું તમે જાણો છો કે તમે ઇન્ટરનેટ કે મોબાઇલ ડેટા વગર પણ પેમેન્ટ કરી શકો છો. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે વિના ઈન્ટરનેટ કે મોબાઈલ ડેટા વગર તેમે પેમેન્ટ કેવી રીતે કરી શકો છો.
UPI પેમેન્ટ ઇન્ટરનેટ વગર, આ પહેલી રીત:
- તમારે તમારા ફોન માંથી *99# કોડનો ઉપયોગ કરવો
- તમે *99# સેવાનો ઉપયોગ કરી તમામ UPI સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.
- સ્માર્ટફોન યુઝર્સ કરવા વાળા લોકોમાટે *99# એકે ઇમરજન્સી સુવિધા છે. તેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો છો જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ સર્વિસ ન હોય. આમાં કોઈપણ UPI સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
- વિના ઈન્ટરનેટ યુપીઆઈ પેમેન્ટ કરવા માટે, પહેલા એ જરૂરી છે કે તમારો નંબર UPI સાથે રજીસ્ટર હોવો જોઈએ. તે તમારા બેન્ક ખાતા સાથે જોડાયેલ છે અને તે જ નંબરથી તમે *99# સેવાનો ઉપયોગ કરી શકો છો. તમારા ફોન પર ડાયલ બટન ખોલો અને ટાઇપ કરો *99# અને કૉલનો બટન દબાવો. પૉપ હવે મેન્યૂમાં દેખાશે જ્યાં તમને મેસેજ આવશે. 1 પર ટેપ કરો અને પૈસા મોકલો. પેમેન્ટ કરવા વાળા વ્યક્તિ પાસેથી જાણકારી લઇને, નંબર ટાઈપ કરો અને મોકલવાનો વિકલ્પ પસંદ કરો. UPI એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર દાખલ કરો અને મોકલો પર ટેપ કરો. અહીં આ વાતનું ધ્યાન રાખો કે તમે સાચો મોબાઈલ નંબર ટાઇપ કરી રહ્યા છો. જેટલા પૈસા તમે મોકલવા માંગો છો તેને લખો અને પછી મોકલી દો. પૉપ-અપમાં પેમેન્ટ માટે એક કારણ ટાઈપ કરો કે તમે પેમેન્ટ શા માટે કરી રહ્યાં છો જેમ કે ભાડું, શૉપિંગ પેમેન્ટ વગેરે.
- UPI પેમેન્ટ ઇન્ટરનેટ વગર, આ બીજી રીત:
- આજના આધુનિક જમાનામાં તમામ કામ ઈન્ટરનેટના માધ્યમથી સરળ બની છે. પણ હવે ઘણા કામ ઈન્ટરનેટ વગર પણ પૂરા થઈ શકે છે. RBIએ થોડા સમય પહેલા UPI Lite લોન્ચ કર્યુ હતુ. તેની સાથે સાથે તેમણે એક ખાસ સુવિધા શરુ કરી છે. તેની મદદથી યુઝર ઈન્ટરનેટ વગર યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશે.
આ ખાસ સુવિધાનું નામ છે, UPI 123PAY. ઘણા લોકોને યુપીઆઈ 123પે અને યુપીઆઈ લાઈટને લઈને ઘણુ કંફ્યૂઝન છે. આ અહેવાલમાં તમને તે અંગે જાણવા મળશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે , યુપીઆઈ લાઈટ સુવિધાનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરુર પડે છે. પણ જો યુઝર UPI 123PAYનો ઉપયોગ કરે છે તો તેમાં તેને ઈન્ટરનેટની જરુરત નહીં પડે. યુપીઆઈ જેવી સુવિધા લોન્ચ કરવાનો હેતુ ભારતમાં કેશલેસ નાણા વ્યવહારને પ્રોત્સાહન આપવાનું છે. નોટબંધી પછી ભારતમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધાનો ઉપયોગ વધ્યો છે.UPI Payment માટે સ્માર્ટફોનની જરુર પડે છે, પણ આ સુવિધા માટે તમારે સ્માર્ટફોનની જરુર નહીં પડે. તમે સામાન્ય ફોનથી પણ UPI Payment કરી શકશો. તેના માટે કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
યુપીઆઈ123પે થી પેમેન્ટ કરવા માટે ફોલો કરો આ પ્રોસેસ
- સૌથી પહેલા યુપીઆઈ123પે સુવિધા સાથે તમારે બેન્ક એકાઉન્ટને જોડવુ પડશે. તેના માટે તમારે 08045163581, 08045163666 ,6366200200 પર કોલ કરવો પડશે. આ ત્રણેય નંબર આઈવીઆર નંબર છે.
- ત્યારબાદ તમારે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કરીને તમારા યુપીઆઈ પિન નંબરને જેનરેટ કરો.
- આઈવીઆર નંબર પર કોલ કરવાથી તમને કેટલાક વિકલ્પો સંભળાવશે, તેને ધ્યાનથી સાંભળો. તેમાં તમે પૈસા ટ્રાન્સફર કરવાથી લઈને બિલ પેમેન્ટ સુધીની સુવિધાનો લાભ લઈ શકો છો.
- પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે સામેવાળા વ્યક્તિનો નંબર દાખલ કરવો પડશે અને પછી જેટલા પૈસા ટ્રાન્સફર કરવાના છે તેની કિંમત દાખલ કરીને પિન નંબર દાખલ કરો.
- આ પ્રોસેસથી તમારા એકાઉન્ટથી પૈસા કપાઈને, સામેવાળા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થશે.
UPI પેમેન્ટ ને કોણે બનાવ્યું?
- UPI ને NPCI (નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા – National Payments Corporation of India) દ્વારા બનાવવામાં આવ્યું છે જે ભારતમાં જે ઇન્ટરબેન્ક ટ્રાન્ઝેક્શન થાય છે તેને મેનેજ કરવાનું કામ કરે છે અને આ RBI (Reserve Bank of India) નો એક સ્પેશિયલ વિભાગ છે.
- RBI દ્વારા પણ UPI નિયંત્રણ થાય છે જેનું પૂરું નામ “Reserve Bank of India” છે.
- UPI ને RBI દ્વારા જ નિયંત્રણ કરવાનું હોવાથી જો તમારું ખાતું બેન્ક ઓફ બરોડામાં હોય તો તમે બીજી કોઈ બેન્કના એકાઉન્ટમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
UPI પેમેન્ટની શરૂઆત કેમ થઈ?
- તમે 24 કલાક અને 7 દિવસ પૈસાની લેવડ-દેવડ બેન્ક એકાઉન્ટ દ્વારા કરી શકો તેના માટે.
- તમે રિયલ ટાઇમ પૈસા ટ્રાન્સફર કરી શકો.
- તમારે પૈસા બેન્કમાથી લેવા માટે લાંબી લાઈનોમાં ન ઊભું રહેવું પડે તેના માટે.
- તમે શોપિંગ માટે પણ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
- તમારા પૈસા સુરક્ષિત રીતે સામેના વ્યક્તિને પહોચે તેના માટે.