એન્ટાર્કટિકામાં બરફ નીચે મળ્યું ‘હિડન વર્લ્ડ’, કેમેરા પહોંચતા જ તેના પર કૂદી પડ્યા રહસ્યમય જીવો

 ગ્લોબલ વોર્મિંગને લઈને વૈજ્ઞાનિકો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે એન્ટાર્કટિકાનો બરફ પણ ઝડપથી પીગળી રહ્યો હતો. જો જલ્દીથી તેના પર કાબૂ નહીં આવે તો દુનિયાના અનેક મોટા શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે. આવા સમયે, વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગની અસરને તપાસવા માટે એન્ટાર્કટિકામાં સંશોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેને એક ‘છૂપાયેલી દુનિયા’ની ખબર પડી છે.

બરફની નીચે 500 મીટર નીચે જોવા મળે છે

મીડિયા અહેવાલો અનુસાર, ન્યૂઝીલેન્ડના સંશોધકોએ વિશાળ બરફના છાજલી નીચે 500 મીટર નીચે એક ‘છૂપાયેલી દુનિયા’ શોધી કાઢી છે.ત્યાં, અંડરવોટર ઇકોસિસ્ટમમાં નાના ઝીંગા જેવા જીવોના ટોળા જોવા મળ્યા હતા. લાંબા સમય સુધી વૈજ્ઞાનિકો માટે આ રહસ્ય જ રહ્યું છે.આ શોધ ત્યારે થઈ જ્યારે વિજ્ઞાનીઓની એક ટીમ ગ્લોબલ વોર્મિંગની અસરોની તપાસ કરી રહી હતી.

ડ્રિલિંગ બાદ કેમેરા મોકલવામાં આવ્યો

જ્યારે વૈજ્ઞાનિકોની ટીમે બરફના છાજલીમાંથી ડ્રિલિંગ કર્યા બાદ કેમેરાને નદીમાં મોકલ્યો, ત્યારે તેને જીવોનો એક ઝુડો મળ્યો, જેમાંલોબસ્ટર, કરચલા, સમાન વંશના નાના જીવો જોવા મળ્યા હતા. આ જોઈને ટીમના હોશ ઉડી ગયા હતા. આ ટીમમાં વેલિંગ્ટન, ઓકલેન્ડઅને ઓટાગોના સંશોધકો શામેલ હતા.

કેમેરાની નજીક કૂદકો

સંશોધક ક્રેગ સ્ટીવેન્સના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે શરૂઆતમાં જીવોને જોયા, ત્યારે એવું લાગ્યું કે કેમેરામાં કંઈક ગરબડ છે, પરંતુજ્યારે તેમણે ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું, ત્યારે તેમણે લગભગ 5 મીમી કદના આર્થ્રોપોડ્સનો એક ઝૂંડ જોયો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતુંકે, આ પ્રોજેક્ટનું મુખ્ય કામ ક્લાઈમેટ ચેન્જ પર સંશોધન કરવાનું હતું, પરંતુ તેમણે બીજી શોધ કરી હતી. તે જીવો તેમના સાધનોનીઆસપાસ કૂદકા મારતા હતા, જે દર્શાવે છે કે, બરફની નીચે એક મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે.

એક ચિંતાજનક અહેવાલ પણ આવ્યો હતો

આવા સમયે, તાજેતરમાં એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, એન્ટાર્કટિકામાં બરફની ચાદરએટલી ઝડપથી પીગળી રહી છે, જે વિનાશક પરિણામો લાવવા માટે પૂરતી છે. વૈજ્ઞાનિકોએ સંશોધનના આધારે જણાવ્યું છે કે, નવો અંદાજથોડા દિવસો બાદ ખોટો સાબિત થઈ રહ્યો છે અને એન્ટાર્કટિકામાં બરફ જૂના અનુમાન કરતા ઘણી વધુ ઝડપે પીગળી રહ્યો છે. જેના કારણેદરિયાકિનારાના અનેક શહેરો ડૂબી શકે છે.

Leave a Reply

Your email address will not be published.