તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મળશે 20 હજારની સહાય, જાણો કઈ રીતે કરશો અરજી?

રાજ્યમાં સામાજિક ન્યાય હેઠળ વિવિધ વિભાગો કામ કરતા હોય છે. જેમા અનુસુચિત જાતી માટે નિયામક સમાજ સુરક્ષા, નિયામત વિકસિત જાતિ કલ્યાણ જેવા વિભાગો ચાલે છે જેમના થકી ઘણી બધી કલ્યાણ કારી યોજનાઓ પણ ચલાવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનવ ગરિમા યોજના પણ આ વિભાગો દ્વારાજ ચલાવામાં આવે છે.

સહાય યોજનાના ફોર્મ સ્વીકારાશે 

SC જાતીના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીની તૈયારી માટે સ્પાર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે પણ સહાય આપવામાં આવે છે. સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ પોર્ટલ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવામાં આવ્યું છે. એસસી જાતીના વિદ્યાર્થીઓ માટે સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સહાય યોજના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે

વિદ્યાર્થીઓના ખાતામાં જશે સીધી રકમ 

જે વિદ્યાર્થીઓ UPSC, GPSC First Class અને Second class, IBPS, ગૌણ કે અન્ય પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને તેઓ SC જાતીમાં આવે છે. તેમને આ આર્થિક સહાય આપવામાં આવે છે. જેમા આ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓના ખાતામાં સીધી રકમ જમા થતી હોય છે. 

આર્થિક સ્થિતી સારી ન હોય તેમને મળશે લાભ 

જે પણ વિદ્યાર્થીઓ SCમાં આવે છે અને તેમની આર્થિક પરિસ્થિતી સારી નથી. પરંતુ તેઓ ઈચ્છે છે કે તેમને સારુ શિક્ષણ મળી રહે. તો તેમના માટે આ તાલીમ માટેની રકમની સહાય આપવામાં આવશે. જેથી તેઓ સારુ શિક્ષણ મેળવી શકે અને સ્પાર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી શકે.

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર આ સહાય યોજનાના ફોર્મ ભરાય છે

  • જેમા વિદ્યાર્થી ગુજરાતનો હોવો જોઈએ
  • તે shedule castનો હોવો જોઈએ તોજ તે અરજી કરી શકશે. 
  • તેણે સ્નાતક પરીક્ષામાં 50 ટકાથી વધારે ગુણ મેળવેલા હોવા જોઈએ
  • તેની વધુમાં વધું ઉંમર 35 વર્ષ હશે તોજ તેને આ સહાયનો લાભ મળશે 
  • સ્ત્રીઓ માટે 40ની ઉંમરની મર્યાદા રાખવામાં આવી છે
  • ઓનલાઈન અરજી કર્યા બાદ નાયાબ નિયામક અનુસૂચિત જાતિ ક્લાયણ કચેરી દ્વારા ઓનલાઈન  મંજૂરી આપવામાં આવશે. 
  • યોજનાનો લાભ વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ કર્યા બાદ મળી શકશે. 

માતાપિતા સરકારી નોકરી ધરવાતા ન હોવા જોઈએ

જે પણ વિદ્યાર્થી અરજી કરે તેના માતા પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઈએ. જો વિદ્યાર્થી આ યોજનાનો લાભ લેવા માગે તો તેણે કઈ કઈ સ્પાર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી તેની માહિતી પણ અનુસચિત જાતિ કલ્યાણને મોકલાવની રહેશે. 

સંસ્થા તેમજ કોચિંગ ક્લાસના ધારા ધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે. 

  • જેમા સંસ્થા પબ્લિક  ટ્રસ્ટ એક્ટ કંપની એક્ટ-2013 અથવા સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી બહોવી જોઈએ
  • સંસ્થાને 3 વર્ષનો અનુભવ અને તેની પાસે GST નંબર હોવો જોઈએ 
  • ઉપરાંત સંસ્થા પાસે પોતાનું પાનકાર્ડ પણ હોવું જોઈએ
  • જે પણ સંસ્થાઓ તાલીમ આપે છે તેમની પાસે વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક મશીન હોવું જોઈએ. 
  • સંસ્થાનું રજીસ્ટ્રેશન પણ મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 હેઠળ થયેલું હોવું જોઈએ.
  • ઉપરાંકત કંપની અધિનિયમ 1956 હેઠળ પણ રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. 
  • સંસ્થાનું શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948 પ્રમાણે નોંધમી થયેલી હોવી જોઈએ. 
  • ત્રણેય માંથી કોઈ એક સ્પાર્ધાત્મક તાલીમ સંસ્થા તરીકે તેની નોંધણી થયેલી હોવી જોઈએ. 

20 હજાર સુધીની સહાય મળશે 

આ યોજના હેઠળ જે પણ વિદ્યાર્થી તાલીમ લેશે તેને 20 હજાર સુધીની સહાય આપવામાં આવશે. જે ડાયરેક્ટ તેના બેંક ખાતામાં ચૂંકવવામાં આવશે. જોકે તે પહેલા તેમણે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરતા સમયે અમુક ડોક્યુમેન્ટ આપવા પડશે

કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે 

  • આધાર કાર્ડ, જાતીનો દાખલો, સ્નાતક પાસ કર્યાની માર્કશીટ, સંસ્થાનો રજીસ્ટ્રેશન નંબર આપવા પડશે
  • સંસ્થાના જીએસટી નંબરનો પુરાવો, રહેઠાણ પુરાવો, આવકનું પ્રમાણપત્ર આપવું પડશે
  • સંસ્થાના બોર્જનો ફોટો તેમજ સસ્થાનું પ્રમાણત્ર આપવું પડશે
  • અરજદારે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ પણ આપવી પડશે

કેવી રીતે ભરશો ફોર્મ ? 

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર એસસી જાતી માટે ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરવામાં આવે છે. તેમા સ્પાર્ધકમ પરીક્ષાની તાલીમ માટે સહાયનું ફોર્મ ભરવા માટે તમારે 

  • ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશીયલ સાઈટ પર જવું પડશે. 
  • જ્યા ડાયેરેક્ટર શિડ્યૂલ કાસ્ટ વેલફેર પર ક્લિક કરવાની રહેશે
  • ત્યાથી કોચીંગ આસિસ્ટન્સ સ્કિમ ફોર પ્રી પ્રીપરેશન ઓફ રિક્વારમેન્ટ ફોર શિડ્યૂલ કાસ્ટ પર ક્લીક કરવી પડશે
  • જો તમે પહેલા સીટીઝન લોગીન ન બનાવ્યું હોય તો તમારે ન્યુ યુઝર રજીસ્ટર હિયર પર ક્લીક કરવાનું રહેશે
  • રજીસ્ટ્રેશન થયા બાદ તમારે આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને લોગીન કવું પડશે.જેથી વિદ્યાર્થીઓ અરજી કરી શકશે

નબળા વિદ્યાર્થીઓને સહાય. મળશે 

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ આર્થીક રીતે નબળા છે તેમને આ સહાય આપવામાં આવે છે. જેમા 20 હજાર સુધીની સહાય મળે છે. આપને જણાવી દઈએ કે એસસી જાતીના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, વર્ગ-1 ,2 અને 3 તેમજ આઈવીપીએસ અને ગૌણ સેવા અંતર્ગત આ પરીક્ષાના લાભ આપવામાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published.