અત્યાર સુધી તો આપણે સાંભળ્યું હતું કે ATM મશીન માંથી પૈસા, સોનું નીકળે. પણ પિઝ્ઝા નીકળે એ તો ક્યારેય નહોતું સાંભળ્યું. શું કોઈ ATM મશીન માંથી પિઝ્ઝા પણ નીકળી શકે? સાંભળવામાં જ મસ્ત લાગે છે.
નોર્થ અમેરિકા ને તેનું પહેલું પિઝ્ઝા ATM મળી ગયું છે. અમે જે ટોપિક પણ વાત કરી રહ્યા છીએ તે એ છે કે અમેરિકાની એક યુનિવર્સીટી માં પિઝ્ઝા નું ATM મુકવામાં આવ્યું છે. આ વિશ્વવિધ્યાલય અમેરિકાના ઓહિયો રાજ્યમાં આવેલ ‘સિનસિનાટી યુનિવર્સીટી’ છે.

આ પિઝ્ઝા ATM માં ૭૦ પ્રકારના અલગ અલગ ફ્લેવર વાળા પિઝ્ઝા મળે છે, જેણે યુનિવર્સીટી ના કેન્ટીન માં મુકવામાં આવ્યું છે. આ ૨૪ કલાક ચાલે તેવું મશીન છે. માત્ર ૩ મિનીટ માં જ આની અંદરથી ગરમાગરમ અને ટેસ્ટી પિઝ્ઝા નીકળે છે. આમાંથી ૧૨ ઇંચ ના મધ્યમ સાઈઝના પિઝ્ઝા નીકળે છે.
યુનિવર્સીટી ના કેન્ટીન માં Pizza ના ATM માટે એક આખી ટીમ કામ કરે છે. યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ ને પિઝ્ઝા જોઈએ ત્યારે ફક્ત એક બટન જ પ્રેસ કરવાનું રહે છે. આ પીઝ્ઝાની કિંમત ૧૦ અમેરિકી ડોલર એટલે લગભગ ૬૬૦ રૂપિયા છે.

આ વેંડિંગ ATM મશીન છે. જોકે, અમે વેંડિંગ મશીન વિષે તમને પહેલા પણ જણાવી ચુક્યા છીએ કે આમાંથી આપણે ખાવા પીવાની જે વસ્તુઓ જોઈએ તે કાઢી શકીએ છીએ. મોટાભાગે ચાઈના ની દરેક મોટી મોટી શેરીઓમાં આ પ્રકારના વેંડિંગ મશીન છે.
■ માહિતી પસંદ આવી હોય તો આગળ તમારા મિત્રોને પણ શેર કરજો અને રોજ અવનવી માહિતીઓ, Facts, ભરતી, યોજના અને બીજી ન્યુઝ જાણવાં Visit કરતા રહો અમારી વેબસાઈટ. 🙏